Our Treatments
અમે તમામ પ્રકાર ના દુઃખાવા ની સારવાર આધુનિક ઈન્ટરવેન્શન પધ્ધતિ થી કરીએ છીએ. અહીં મોટાભાગના ઈલાજ સ્ટાન્ડર્ડ ઓપરેશન થિયેટરમાં, આધુનિક રેડિયોલોજિકલ મશીનના ઉપયોગ થી કરવામાં આવે છે.
અમારી સારવાર નો મુખ્ય ઉદેશ્ય : તમારું સ્વસ્થ્ય જીવન
પેહલા ના સમય માં કરોડરજ્જુ, ગોઠણ, ખભા કે શરીરના અન્ય ભાગો ની મોટી ઈજા ની સારવાર નો એક વિકલ્પ ઓપેરશન જ હતો. પરંતુ હવે પેઈન મેનેજમેન્ટ અને આધુનિક ઈન્ટરવેન્શન પધ્ધતિ થી ઘણા જટિલ ઓપરેશનો ટાળી શકાય છે. પેઇન મેનેજમેન્ટ એ દવાની નવી ટેક્નોલોજી છે. દવાની આ એક એવી શાખા છે જેમાં હાલ ઘણી પ્રગતિ થઈ છે અને મેનેજમેન્ટ તથા ઈન્ટરવેન્શન ની નવી પદ્ધતિઓ વિકસિત થઈ છે. પેહલા ના સમય માં જે દર્દ નું નિદાન કરવું અને તેની સારવાર કરવી લગભગ મુશ્કેલ હતી તેનો હવે અદ્યતન અને મિનિમલ ઈન્વેસિવ પેઈન મેનેજમેન્ટ ટેક્નોલોજી દ્વારા અથવા તો ક્યારેક યોગ્ય ડોઝની દવા વડે સરળતાથી ઉપચાર કરી શકાય છે. આ ઈન્ટરવેન્શન પધ્ધતિ દ્વારા કરોડરજ્જુ અને શરીરના અન્ય ભાગો પર થતી જોખમી અને મોંઘી શસ્ત્રક્રિયાઓ ૭૦% થી ૮૦% કેસોમાં ટાળી શકાય છે.
અમારી સારવારની વિશેષતાઓ
ડો.હેતલ લીંબાણી : પેઈન એન્ડ સ્પાઈન (મણકા ના દુખાવા) ના નિષ્ણાંત
અમારી શ્રેષ્ઠત્તમ સારવાર ના ૩ મહત્વ ના પાસા :
- નિષ્ણાત ડૉક્ટર દ્વારા દુખાવા ની સારવાર
- ઉચ્ચ ગુણવત્તાયુક્ત આધુનિક સાધનો દ્વારા દુખાવા ની સારવાર
- 24 કલાક : ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ
અહીં થતી સારવાર ના વિકલ્પ
- Transforaminal Injection
- Percutaneous Nucleotomy
- Percutaneous Adhesionolysis
- Stellate Ganglion Block
- Cancer Pain
- Celiac Plexus Block
- Ganglion Impar Block
- Spinal Infusion Pump
- Trigeminal Ganglion Block
- Occipital Nerve Block
- Spine Endoscopy
- Facet Injections
- Radiofrequency Ablation (RFA)
- Pirifromis Injection
- DRG Pulsed Radio Freqency
- Splanchnic Plexus RFA
- Hypogastric Block
- Intra-thecal Pump
- Lumbar Sympathetic Block
- Sacroiliac Injection
- Spinal Cord Stimulator
- Stem Cell Therapy
અમે આ બધા જ પ્રકાર ની સારવાર કરીએ છીએ
ગોઠણનો દુખાવો (Knee Pain)
ગોઠણનો દુખાવો એ મોટા ભાગે ગોઠણના સાંધામાં આવેલી કોમલાસ્થિ ઘસાઈ જવાના કારણે થાય છે. મોટી ઉમર ના લોકો માં વધુ જોવા મળે છે. ગોઠણના દુખાવાની સારવાર આધુનિક ઈન્ટરવેન્શન પધ્ધતિથી થાય છે. જેમાં દર્દી ને ઝડપી અને અસરકારક સ્વસ્થતા મળે છે. પરિણામે દર્દી ને લાંબા સમય સુધી આરામ કરવો કે પછી લાંબા સમય સુધી દવાઓ પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી.
પીઠનો દુખાવો (Back Pain)
પીઠનો દુખાવો એ પીઠમાં અનુભવાતી પીડા છે જે સામાન્ય રીતે સ્નાયુઓ, ચેતા, હાડકાં, સાંધાઓ અથવા કરોડરજ્જુના અન્ય માળખામાંથી ઉદ્દભવે છે. પણ હવે અમારી ક્લીનીક માં પીઠના દુખાવાની સારવાર આધુનિક પધ્ધતિ થી કરવામાં આવે છે જે દર્દીઓને ઝડપી રાહત આપે છે, શારીરિક કષ્ટ ઘટાડે છે અને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરાવે છે.
માથાનો દુખાવો (Headache)
માથાનો દુખાવો એ માથા, ગરદન અથવા ચહેરામાં દુખાવો અથવા અસ્વસ્થતા છે. માથાના દુખાવાના પ્રકારોમાં આધાશીશી (માઈગ્રેન), તણાવ અને ક્લસ્ટરનો સમાવેશ થાય છે. માથાનો દુખાવો પ્રાથમિક અથવા ગૌણ હોઈ શકે છે. જો તે ગૌણ હોય, તો તે અન્ય સ્થિતિને કારણે થાય છે. જો માથા નો દુખાવો વારંવાર થતો હોય અને તેની તીવ્રતા વધુ હોય તો અમે તેની સારવાર માટે ઇન્ટરવેન્શન પદ્ધતિ સુચવીએ છીએ.
ખભાનો દુખાવો (Shoulder Pain)
ખભાનો દુખાવો ખભાના સાંધામાં અથવા તેની આસપાસ ના ભાગ માં અનુભવાતી કોઈપણ અગવડતા છે. જે ઘણા બધા કારણો ના લીધે હોઈ શકે. ખભાના દુખાવાના ઘણા પ્રાથમિક કારણો છે, જેવા કે સંધિવા, કંડરામાં સોજો આવવો અથવા તેનું ઘસાઈ જવું, બરસીટીસ, ફ્રોઝન શોલ્ડર, ખભાના હાડકા નો અસામાન્ય વિકાસ, ખભાના લિગામેન્ટ માં ઈજા, નબળી મુદ્રા… વગેરે. જો દવા અને ફિઝીયોથેરાપીથી પીડામાં સુધારો ન થાય તો અમારા નિષ્ણાત ડોક્ટર ઈન્ટરવેન્શન પદ્ધતિ દ્વારા ખભા ના દુખાવા ની ઝડપી અને અસરકારક સારવાર કરી આપવામાં આવશે.
ત્રિશાખી ચેતાપીડ (Trigeminal Neuralgia)
ત્રિશાખી ચેતાપીડ (Trigeminal Neuralgia) એટલે કે મોઢાની નસ નો દુ ખાવો જે ને Suicidal Dieses તરીકે પણ ઓળખવામા આવે છે. એ લાંબા ગાળાની દુખાવાની સ્થિતિ છે જે ટ્રાઇજેમિનલ ચેતા (5મી ક્રેનિયલ ચેતા) કે જે આપણા ચહેરા પરથી મગજ સુધી સંવેદના વહન કરવા માટે જવાબદાર છે તેને અસર કરે છે. Trigeminal Neuralgia નો દુખાવો ઘણીવાર ચહેરાને સ્પર્શ થવાથી, જેમ કે ખાવું, દાંત સાફ કરવા, ચહેરા પર સતત પવન લાગવાથી અથવા માથા અથવા ચહેરાની હિલચાલ દ્વારા પણ થઈ શકે છે. અમારા નિષ્ણાંત ડૉક્ટર રેડયો ફ્રિકવંસી એબ્લેશન (RFA) નામની આધુનિક પદ્ધતિથી આ દુખાવાની સારવાર કરે છે.
સાયટીકા (SCIATICA)
સિયાટિકા એ દુખાવા ની સામાન્ય સ્થિતિ છે જે શારીરિક પીડા, નબળાઇ અને નિષ્ક્રિયતા અથવા પગમાં ઝણઝણાટનું કારણ બને છે, જે ઘણીવાર પીઠના નીચેના ભાગમાં શરૂ થાય છે. દવા, ફિઝિયોથેરાપી અને 6-8 અઠવાડિયા માટે આરામ એ સાયટીકા ની સારવાર ની પહેલી રીત છે. તેમ છતાં પણ જો દુખાવા માં કોઈ ફેર પડતો ન હોય તો, તેની સારવાર આધુનિક મિનિમલ ઈન્વેસિવ ઈન્ટરવેન્શન પધ્ધતિ થી શક્ય છે.
ગરદનનો દુખાવો (Neck Pain)
મોટાભાગે ગરદનનો દુખાવો નબળી મુદ્રા તેમજ વધતી ઉંમરે થતો શારીરિક ઘસારો ના લીધે થતો હોય છે. ગરદનના દુખાવાને રોકવા માટે નો સામાન્ય ઉપચાર તમારા માથાને તમારી કરોડરજ્જુ પર કેન્દ્રિત રાખો. તમારી દિનચર્યામાં કેટલાક સરળ ફેરફારો પણ આ દુખાવા ને મટાડવા માં મદદ કરી શકે છે. ડૉક્ટર દ્વારા સૂચવવા માં આવેલ દવા નો પ્રયોગ, સરળ કસરત અથવા ફિઝિયોથેરાપી આ બધા ગરદન નો દુખાવો મટાડવાના પ્રાથમિક ઉપચાર છે. આ ઉપચાર કરવા છતાં પણ જો દુખાવા માં કોઈ ફેર ન પડતો હોય તો, અમારી ઈન્ટરવેન્શન પધ્ધતિ દ્વારા ગરદન ના દુખાવા ની સારવાર થઈ શકે છે.
કરોડરજ્જુ નો દુખાવો (Spine Pain)
કરોડરજ્જુનો (Spine) દુખાવો સામાન્ય રીતે કરોડરજ્જુ ના ઉપરના ભાગ માં (સર્વાઈકલ) અથવા વચલા ભાગ માં (થોરાસિક) અથવા નીચેના ભાગ માં (લુમ્બર) થાય છે. જેમકે સ્નાયુ ખેંચાઈ જવા અથવા મચકોડાઈ જવા, હર્નિએટેડ અથવા ફાટેલી ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, અસ્થિવા વગેરે. કરોડરજ્જુ (Spine) ના દુખાવાનું નિદાન અને સારવાર મિનિમલ ઇન્વેસિવ પદ્ધતિ થી કરવામાં આવે છે જેથી દર્દીઓને દુખાવા માં ઝડપથી રાહત મળે છે અને શસ્ત્રક્રિયા જેવા જોખમો ને અવગણી શકાય છે.
