ગોઠણનો દુખાવો (Knee Pain)

ગોઠણના દુખાવાની સારવાર પદ્ધતિગત રીતે નોન-ઇન્વેસિવ રીતે થાય છે.

શાના કારણે ગોઠણ નો દુખાવો રહે છે?

ગોઠણ એ આપડા શરીર નો સૌથી મોટો જોઈન્ટ એટલે કે સાંધો છે. જે હાડકા, કાર્ટીલેજ, ગાદી તેમજ લિગામેન્ટથી બનેલો છે. કાર્ટીલેજ ગોઠણના હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે. પરંતુ વા કે ઘસારાના લીધે સાંધા પર અસર આવે ત્યારે હાડકા એકબીજા સાથે ઘસાય છે જેના કારણે ગોઠણનો દુખાવો શરૂ થાય છે જેને આર્થરાઈટિસ એટલે કે ઘસારો કહેવામાં આવે છે. ગોઠણના દુખાવા ના કારણો ઓસ્ટઓ આર્થરાઈટિસ, રૂમેટોઈડ આર્થરાઈટિસ અથવા નાની મોટી ઈજાઓ હોઈ શકે.
BPSC - Knee Pain Inner image

ગોઠણના દુખાવા માટે પેઇન મેનેજમેન્ટ

ગોઠણ ના દુખાવા ની સારવાર ના વિકલ્પો : બરફ અથવા ગરમ શેક, દુખાવામાં રાહત આપતી દવાઓ, શરીર નું વજન ઘટાડવું, બ્રેસિસ એટલે કે ગોઠણ પર પહેરવાના પટ્ટા જેને ની-કેપ પણ કહેવાય છે અને ફિજીયોથેરાપી છે. આમ છતાં પણ જો દુખાવા માં રાહત ન થાય તો અમારા સેન્ટર પર ઓપરેશન વગર ગોઠણ ના દુખવા ની સારવાર થાય છે. જેમકે,
  1. ઇન્ટ્રા આર્ટિક્યુલર ઓઝોન : મેડિકલ સંસાધનોની મદદથી ઓઝોન ગેસ ગોઠણ ની અંદર આપવામાં આવે છે જેના કારણે દુખાવા ઓછો થાય છે અને સોજામાં રાહત મળે છે.
  2. PRP અથવા બોનમેરો અથવા સ્ટેમસેલ સારવાર : આ સારવાર એ ગોઠણના દુખાવા માટેની રિવોલ્યુશનરી સારવાર ગણાય છે. PRP સારવારમાં દર્દીના લોહીમાંથી જ PRP છૂટું પાડી અને સાંધાની અંદર લાઈવ એક્સરે ગાઈડન્સ હેઠળ આપવામાં આવે છે તેનાથી આગળનો ઘસારો અટકે છે તેમજ ઘસાઈ ગયેલ કાર્ટિલેજ કુદરતી રીતે રીપેર થાય છે. તેવી જ રીતે બે બોનમેરો માથી પણ સ્ટેમસેલ કોષો છૂટા પાડી અને ઇન્જેક્શનથી આપવામાં આવે છે.
  3. રેડિયો ફ્રીક્વન્સી એબલેશન : આ સારવારમાં જે દુખાવો કરતી નર્વ એટલે કે ચેતા છે તેને એક્સરે ગાઈડન્સ હેઠળ લોકેટ કરી ઈલેક્ટ્રીક કરંટ દ્વારા બ્લોક કરવામાં આવે છે જેનાથી ઓપરેશન વગર દુખાવામાં ખૂબ જ રાહત થાય છે.