પીઠનો દુખાવો (Back Pain)
પીઠના દુખાવાની શ્રેષ્ઠ પદ્ધતિગત સારવાર દર્દીઓને ઝડપી રાહત આપે છે.
પીઠના દુખાવાના પ્રાથમિક કારણો ક્યા છે?
પીઠનો દુખાવો એ પીઠમાં અનુભવાતી પીડા છે જે સામાન્ય રીતે સ્નાયુઓ, ચેતા, હાડકાં, સાંધાઓ અથવા કરોડરજ્જુના અન્ય માળખામાંથી ઉદ્દભવે છે. પીઠના દુખાવાના ઘણા કારણો છે. જેમ કે કરોડરજ્જુ અને ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્કનો લાંબા ગાળા સુધી નો ઘસારો આ ડિસઓર્ડર પાછળનું પ્રાથમિક કારણ છે. એ સિવાય વધતી ઉંમર, લિગામેન્ટ અથવા સ્નાયુમાં ઇજા, ડિસ્કની સમસ્યા સ્લિપ્ડ ડિસ્ક, વારંવાર પીઠમાં થતી ઇજાઓ, નબળા સ્નાયુ ટોન, માથા પર ભારે વજન ઉપાડવું, જિમ્નેસ્ટિક્સ, કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવું આ બધા જ પીઠ ના દુખાવા ના કારણો હોઈ શકે.
પીઠના દુખાવા માટે પેઇન મેનેજમેન્ટ
પીઠના દુખાવાની સારવાર આધુનિક પધ્ધતિ થી કરવામાં આવે છે જે દર્દીઓને ઝડપી રાહત આપે છે, શારીરિક કષ્ટ ઘટાડે છે અને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરાવે છે. પીઠના દુખાવા ની સારવાર નીચેની પધ્ધતિઓ દ્વારા થાય છે.
- Facet Joint block / Neurolysis: આ પ્રક્રિયા લાઇવ ફ્લોરોસ્કોપ (લાઇવ એક્સ-રે) દવારા ત્વચાને એનેસ્થેટાઇઝ કર્યા પછી જ કરવામાં આવે છે. લગભગ 50% તાત્કાલિક રાહત આપે છે કારણ કે તે કરોડરજ્જુના સાંધાની આસપાસ સ્નાયુઓની ખેંચાણ અને દુખાવાથી રાહત આપે છે. મોટાભાગના દર્દીઓને 15 દિવસમાં દુખાવા માંથી સારી રાહત મળે છે.
- Radio Frequency Procedures: જો થોડા સમય પછી ફરીથી દુખાવો થતો હોય તો, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન ફેસટ જોઈન્ટની ચેતામાંથી દુખાવા ને દૂર કરવા માટે ઉપયોગી છે. લાઈવ એક્સ-રેનો ઉપયોગ કરીને ઇન્સ્યુલેટેડ રેડિયો ફ્રીક્વન્સી સોય ને નસ પર મૂકવામાં આવે છે. એકવાર દુખાવા ની જગ્યા ની પુષ્ટિ થઈ જાય, પછી ચેતાઓની સંવેદનાને અસર કર્યા વિના દુખાવા ને દૂર કરવા માટે રેડિયો ફ્રીક્વન્સી કરંટ સોયમાંથી પસાર થાય છે.
- Sacroiliac Joint Neurolysis / Piriformis Neurolysis: ત્વચાને એનેસ્થેટાઇઝ કર્યા પછી જ લાઇવ એક્સ-રેની મદદથી આ સાંધામાં માત્ર સોય મૂકવામાં આવે છે. ત્યારબાદ સોજો અને સ્નાયુઓના ખેંચાણને ઘટાડવા માટે સોયની દ્વારા દુખાવા ની જગ્યા એ દવા દાખલ કરવામાં આવે છે.
- Rami Communicants Block: સામાન્ય રીતે આ પ્રક્રિયા બેસતી વખતે થતા હળવા સ્લિપ્ડ ડિસ્ક/ડિસ્ક બલ્જને કારણે થતા પીઠના દુખાવા માટે કરવામાં આવે છે. સ્ક્રીન પર પ્રક્ષેપિત લાઈવ એક્સ-રે ની મદદથી દુખાવા ની જગ્યા એ સોય દ્વારા દવા મૂકવામાં આવે છે.
