ખભાનો દુખાવો (Shoulder Pain)

ખભાના દુખાવાની સારવાર ઈન્ટરવેન્શન પદ્ધતિ થી થાય છે.

ખભાનો દુખાવો શા કારણે રહે છે?

ખભાનો દુખાવો ખભાના સાંધામાં અથવા તેની આસપાસ ના સ્નાયુ લીગામેન્ટમાં તકલીફ થવા ના કારણે થાય છે. જેમાંના મુખ્ય કારણો માં ખભા ના સાંધા નો ઘસારો, ફ્રોઝન શોલ્ડર એટલે કે સ્નાયુ જકડાઈ જવા, લીગામેન્ટ અથવા સ્નાયુ ફાટી જવા તેમજ નાની મોટી ઈજાઓ થવી… વગેરે હોઈ શકે.
BPSC Shoulder Pain Inner image

ખભા દુખાવાના લક્ષણો, તપાસ અને સારવાર

લક્ષણો: મોટેભાગે ખભા નો દુખાવો, ક્યારેક દુખાવો હાથ સુધી જવો, હલન ચલન માં અવરોધ, હાથ ને આગળ પાછળ લઈ જતી વખતે થતી તકલીફ… વગેરે
તપાસ: ખભાના દુખાવાની તપાસ : એક્સરે, M.R.I. અથવાતો બ્લડ રિપોર્ટ ની મદદ થી કરવામાં આવે છે.
સારવાર અને પરિણામ:
  1. સારવાર ની શરૂઆત સામાન્ય રીતે દવાઓથી અને ફિજીયોથેરાપી થી કરવામાં આવે છે. તેમજ ગરમ કે ઠંડા શેક ની સલાહ આપવામાં આવે છે.
  2. જો દવા અને ફિજીયોથેરાપી થી દુખાવામાં રાહત ન થાય તો નિષ્ણાત ડૉક્ટર દ્વારા ખભા ના એટલેકે જોઈન્ટ કેપ્સુલ ની અંદર ઈન્જેકશન, જેલી જેવા પદાર્થ નું ઈન્જેકશન કે પછી PRP ઈન્જેકશન આપવામાં આવે છે.
  3. વધારે તકલીફ માં ખભા ની નસો પર એટલે કે સુપરા સ્કેપ્યુલર નર્વ રેડિયો ફ્રીક્વન્સી અબ્રેશન કરવામાં આવે છે.
  4. 10 થી 20 મિનિટની આ પ્રક્રિયા પછી દર્દીને રજા આપવામાં આવે છે. એ પછી દર્દીએ થોડા દીવસ આરામ કરવો જોઈએ અને બીજા દિવસથી કોઈપણ પ્રવૃત્તિ ફરી શરૂ કરી શકે છે.