કરોડરજ્જુનો દુખાવો (Spinal Pain)
કરોડરજ્જુના દુખાવાની સારવાર આધુનિક ઈન્ટરવેન્શન પદ્ધતિ થી થાય છે.
કરોડરજ્જુનો દુખાવો અને તેના કારણો
કરોડરજ્જુનો (Spine) દુખાવો સામાન્ય રીતે કરોડરજ્જુ ના ઉપરના ભાગ માં (સર્વાઈકલ) અથવા વચલા ભાગ માં (થોરાસિક) અથવા નીચેના ભાગ માં (લુમ્બર) થાય છે. તેના ઘણા કારણો છે જેમ કે સ્નાયુ ખેંચાઈ જવા અથવા મચકોડાઈ જવા, હર્નિએટેડ અથવા ફાટેલી ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, અસ્થિવા, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવું, ભારે વજન ઉઠાવવું, વધતી જતી ઉંમર વગેરે. કરોડરજ્જુનો દુખાવો અસહ્ય હોય શકે છે. તે કળતર, નિષ્ક્રિયતા અથવા નબળાઇનું કારણ પણ બની શકે છે. નીચા નમવું, શરીર ને વાળવું, વજન ઉપાડવું, સતત ઊભા રહેવું અથવા ચાલવું એ બધી ક્રિયા થી દુખાવો વધી શકે છે.
કરોડરજ્જુ ના દુખાવા માટે પેઈન મેનેજમેન્ટ
કરોડરજ્જુ (Spine) ના દુખાવાનું નિદાન અને સારવાર મિનિમલ ઇન્વેસિવ પદ્ધતિ થી કરવામાં આવે છે જેથી દર્દીઓને દુખાવા માં ઝડપથી રાહત મળે છે અને શસ્ત્રક્રિયા જેવા જોખમો ને અવગણી શકાય છે.
તપાસ:
- એક્સરે અથવા વિશેષ એક્સરે
- M.R.I સ્પાઇન
- લોહીની ચકાસણી (બ્લડ રિપોર્ટ્સ)
- ઈપિડ્યુરલ સ્ટેરોઇડ ઈન્જેક્શન
- રેડિયો ફ્રિક્વન્સી નર્વ એબ્લેશન
- ફેસેટ અને સેક્રોઈલિઅક જોઈન્ટ ઇલાજ
- ડીસ્ક સંબંધિત સમસ્યાઓ માટે પલ્સેડ રેડિયો ફ્રિક્વન્સી અથવા પર્ક્યુટેનિયસ ઉપચાર
- લગભગ પીડારહિત સારવાર
- માત્ર સોયા દ્વારા સારવાર
- લોકલ એનેસ્થેસિયા વડે સારવાર
- શારીરિક ગતિવિધિઓ પર કોઈ પ્રભાવ ન પડે
- લાંબા સમય સુધી દવા લેવામાંથી મુક્તિ
- ઝડપી રાહત અને પુન:સ્વસ્થતા
- સર્જરી અને તેની સાથેની જટિલતાઓ ટાળે છે
- હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી
