ગરદન નો દુખાવો (Neck Pain)

ગરદન ના દુખાવા ની સારવાર આધુનિક પધ્ધતિ થી કરવામાં આવે છે.

ગરદન ના દુખાવા ના કારણો

મોટાભાગે ગરદનનો દુખાવો નબળી મુદ્રા તેમજ વધતી ઉંમરે થતો શારીરિક ઘસારો ના લીધે થતો હોય છે. ગરદનના દુખાવાને રોકવા માટે નો સામાન્ય ઉપચાર તમારા માથાને તમારી કરોડરજ્જુ પર કેન્દ્રિત રાખો. તમારી દિનચર્યામાં કેટલાક સરળ ફેરફારો પણ આ દુખાવા ને મટાડવા માં મદદ કરી શકે છે. ગરદનના દુખાવાના ઘણા કારણો : લિગામેન્ટ અથવા ગરદન ના સ્નાયુ ની ઈજા, મોબાઈલ કે કોમ્પ્યુટર નો વધુ પડતો ઉપયોગ, કરોડરજ્જુ અને ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્કના લાંબા ગાળાના ઘસારો, મોટી ઉંમરે શરીર માં થતા વિકાર, માથા ના ભાગ ઉપરથી વધુ વજન ઉપાડવું, રુમેટોઇડ સંધિવા, મેનિન્જાઇટિસ અથવા કેન્સર જેવા રોગો, ગરદન પાસે ની દબાયેલી નસ અથવા ગાંઠ જેવી અસામાન્ય વૃદ્ધિ, જન્મ થી જ ખોડખાપણ, ધુમ્રપાન જેવા વ્યસન.
BPSC Neck Pain Inner image

ગરદન ના દુખાવા ની વિવિધ સારવાર

ડૉક્ટર દ્વારા સૂચવવા માં આવેલ દવા નો પ્રયોગ, સરળ કસરત અથવા ફિઝિયોથેરાપી, ગરદન પર ઠંડો અથવા ગરમ શેક કરવો આ બધા ગરદન નો દુખાવો મટાડવાના પ્રાથમિક ઉપચાર છે. આ ઉપચાર કરવા છતાં પણ જો દુખાવા માં કોઈ ફેર ન ​​પડતો હોય તો, અહીં સૂચવેલી અમારી ઈન્ટરવેન્શન પધ્ધતિ દ્વારા ગરદન ના દુખાવા ની સારવાર થઈ શકે છે.
  1. Cervical Facet Joint / Median Branch Neurolysis: દર્દી ની સંપૂર્ણ સભાન અવસ્થા માં આ પ્રક્રિયા લાઈવ એક્સ-રે દ્વારા કરવામાં આવે છે. પેહલા તો જ્યાં દુખાવો થતો હોય છે તે ભાગ ને ઓળખવામાં આવે છે અને દુખાવા માં લગભગ 50% રાહત અને આરામ આપવા માટે ચોક્કસાઈ પૂર્વક ખાસ સોઈ દવારા દુખાવા ના ભાગે દવા પહોંચાડવામાં આવે છે. આ એક ડે કેર પ્રક્રિયા છે જે ફક્ત લોકલ એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે.
  2. Occipital nerve block: માથાનો દુખાવો દૂર કરવા માટે આ પ્રક્રિયા મુખ્યત્વે ગરદનના પાછળના ભાગમાં કરવામાં આવે છે. આ એક OPD બેઝ પ્રક્રિયા છે અને માત્ર લોકલ એનેસ્થેસિયા દ્વારા કરવામાં આવે છે.
  3. Radiofrequency procedures: જો દર્દીને અન્ય ઉપચાર કરવા છતાં પણ સતત દુખાવો થતો હોય, તો લાંબા ગાળાના લાભ માટે રેડિયો ફ્રીક્વન્સી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ સારવારમાં હાઈ ફ્રીક્વન્સી કરંટ ને સોયની ટોચમાંથી પસાર કરવામાં આવે છે જે અન્ય ચેતા કાર્ય પર કોઈ પણ જાત ની અસર કર્યા સિવાય ચેતામાંથી દુખાવાને દૂર કરે છે. તે લાઈવ એક્સ-રે મશીનની મદદથી લોકલ એનેસ્થેસિયા દ્વારા કરવામાં આવે છે.
  4. Cervical Epidural Steroid: આ પ્રક્રિયા ગરદનના ભાગ ના નીચલા બાજુના સાંધામાંથી આવતા દુખાવા માં રાહત મેળવવા માટે ઉપયોગી છે. તે સ્લિપ્ડ ડિસ્ક અને હાથ તથા હાથ તરફ જતી ચેતાના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે પણ ઉપયોગી છે.