ત્રિશાખી ચેતાપીડ (Trigeminal Neuralgia)
ત્રિશાખી ચેતાપીડ (Trigeminal Neuralgia) શું છે? અને શા કારણે થાય છે?
ત્રિશાખી ચેતાપીડ (Trigeminal Neuralgia) એટલે કે મોઢાની નસ નો દુખાવો જેને Suicidal Dieses તરીકે પણ ઓળખવામાં આવે છે. એ લાંબા ગાળાની દુખાવાની સ્થિતિ છે જે ટ્રાઇજેમિનલ ચેતા (5મી ક્રેનિયલ ચેતા) કે જે આપણા ચહેરા પરથી મગજ સુધી સંવેદના વહન કરવા માટે જવાબદાર છે તેને અસર કરે છે. એ ટ્રાઇજેમિનલ ચેતા પરના દબાણને કારણે થાય છે, જે ઘણી બધી બાબતોને કારણે થઈ શકે છે, જેમ કે લોહી નું વાહન કરતી નળીઓ નું સંકોચન, અન્ય રોગો જે માયલિન આવરણને નુકસાન પહોંચાડે છે, મગજની ગાંઠ, ચહેરા પરની ઇજા, સર્જરી દરમિયાન ચેતાને થતી ઇજા. Trigeminal Neuralgia નો દુખાવો ઘણીવાર ચહેરાને સ્પર્શ થવાથી, જેમ કે ખાવું, દાંત સાફ કરવા, ચહેરા પર સતત પવન લાગવાથી અથવા માથા અથવા ચહેરાની હિલચાલ દ્વારા પણ થઈ શકે છે.
Trigeminal Neuralgia ની સારવાર
- RFTC (Radio Frequency Thermo Coagulation): RFTC ની અદ્યતન પ્રક્રિયા દર્દીને લાંબા સમય સુધી પીડા માં 90% થી વધુ રાહત આપે છે. તે મુખ્યત્વે ત્વચાને એનેસ્થેટાઇઝ કર્યા પછી જ ખુબ ચોકસાઈ સાથે લાઈવ એક્સ-રે મશીન દ્વારા કરવામાં આવે છે. કેટલીકવાર આ સીટી સ્કેન મશીનની મદદથી કરી શકાય છે. આ પ્રક્રિયામાં, ચેતાના અન્ય વિભાગોને નુકસાન ન થાય તે માટે, ટ્રાઇજેમિનલ નર્વ (V1, V2, V3) ના પીડાદાયક ભાગ માં હાઈ ફ્રિકવંસી કરંટ પસાર થાય છે.
- Sphenopalatine Ganglion RFTC: સ્ફેનોપેલેટીન ગેન્ગ્લિઅન ની પલ્સ્ડ રેડિયો ફ્રીક્વન્સી પ્રક્રિયા એ રિફ્રેક્ટરી અથવા રિકરન્ટ ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા ની અદ્યતન સારવાર છે. જેના સફળતા નો દર ઊંચો છે અને તે પ્રકિયા લાંબા સમય સુધી ચાલતી પીડા માં રાહત આપે છે. તે લોકલ એનેસ્થેસિયા અને લાઈવ એક્સ-રે માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માથાનો દુખાવો, માથાના અને ગરદનના કેન્સરનો દુખાવો, એટીપિકલ ફેસિયલ પેઈન અથવા ચહેરાના કોઈપણ ન્યુરોપેથિક દુખાવા ના ઈલાજ માટે પણ ઉપયોગી છે.
- Ballon Compression: જેમાં એક બલૂનને ટ્રાઇજેમિનલ નર્વની સાથે ફુલાવવામાં આવે છે જેથી પીડા ઘણા અંશે દૂર થાય.
- Micro Vascular Decompression: આ એક એવી શસ્ત્રક્રિયા છે જે ન્યુરોસર્જન દ્વારા એવા દર્દીઓ માટે કરવામાં આવે છે કે જેમણે ઘણી બધી અલગ અલગ સારવાર કરાવી હોય છતાં પણ પીડામાંથી રાહત મળી ન હોય.
- Other Treatment options: અન્ય સારવાર વિકલ્પો માં સાયબર નાઇફ, ગેલ્વેનિક નાઇફ છે, પરંતુ તે ભારતમાં જાણીતી નથી.
